આધ્યાત્મિકજીવન મંત્ર

જો આ ત્રણ ગુપ્ત વાતો કોઈ જાણી લે છે તો તે તેના જીવન માં કયારેય અસફળ નથી થતો..

ભગવાન શ્રી રામજી એ ત્રેતા યુગ માં રાવણનો વધ કર્યો હતો.તમે બધા જાણો છો કે રાવણ એક રાક્ષસ હોવા છતાં પણ બહુ મોટા પંડિત તરીકે ઓળખાતો હતો.ભગવાન શ્રી રામે સ્વયં જઈને રાવણ નો વધ કર્યો હતો પણ શું તમે જાણો છો કે ભગવાન શ્રી રામે રાવણ ના અહંકાર ના કારણે તેનો વધ કર્યો હતો.જ્યારે રાવણ મરવાનો હતો તેના થોડા સમય પહેલા રામે તેના નાના ભાઈ લક્ષ્મણ ને બોલાવી ને કહ્યું હતું કે આજે જેનો વધ થવાનો છે તે ખૂબ મહાન પંડિત અને ખુબજ શક્તિશાળી છે.જો તારે તેની પાસેથી કોઈ જ્ઞાન લેવું હોય તો લઈ આવજે કારણકે તેની પાસે થી તને જે જ્ઞાન મળશે જ્ઞાન બીજે ક્યાંય નહીં મળે.ત્યારે લક્ષ્મણ રાવણ પાસે ગયા અને જ્ઞાન ની વાત સાંભળવા ની આજીજી કરી ત્યારે રાવણે તેને ત્રણ વાત કરી એ ત્રણ વાત નું અમલ કરવાથી માણસ ક્યારેય અસફળ નહિ થાય.

ચાલો જાણીએ કે કઈ છે એ ત્રણ વાતો..

જો કોઈ માણસ ને પોતાના જીવનમાં કોઈ શુભ કાર્ય કરવું હોય તો તે કાર્ય કરવા માટે કોઈ પણ પ્રકાર ની વાર ન લગાડવી જોઈએ.તે કાર્ય જેટલું બને તેટલું જલ્દી પૂર્ણ કરવું જોઈએ.તેમાં જ ભલાઇ છે.શ્રી રામ ને સમજવા માં મેં ઘણી ભૂલ કરી અને ઘણું મોડું થઈ ગયું આ કારણે મારું મૃત્યુ થવા જઈ રહ્યું છે.

જીવન માં કોઈપણ વ્યક્તિ ને નાની ન આંકવી જોઈએ.મેં પણ આ ભૂલ કરેલી છે ભગવાન સ્વરૂપ રામ અને હનુમાન ને મેં તુચ્છ ગણી ખૂબ મોટી ભૂલ કરી જેના કારણે આજે હું મૃત્યુ ના દરવાજે ઉભો છું.

છેલ્લી વાત રાવણે લક્ષ્મણને એ કહી કે ક્યારેય પોતાની અંગત વાતો ક્યારેય કોઈને ન જણાવવી જોઈએ ભલે એ તમારા જ ધર્મનો કોઈ સદસ્ય હોય.વિભીષણ મારો ભાઈ મારા બધાજ રાઝ જાણતો હતો અને મારી સૌથી મોટી ભૂલ પણ એજ હતી.જો મેં વિભીષણ ને આ વાતો ન કહી હોત તો કદાચ આજે મારુ મૃત્યુ ન થયું હોત.

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો.
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here