આધ્યાત્મિક

બહુચર માતા ની વાર્તા – કિન્નરો ની ઉત્પતી કેવી રીતે થઇ અને કિન્નરો કેમ માતાજી ની ઉપાસના કરે છે…

બહુચર માતા નું પ્રસિદ્ધ મંદિર ગુજરાત ના મહેસાણા જીલ્લા માં બેચરાજી ખાતે આવેલ છે. બહુચરાજી માતા ને ઘણા લોકો બેચરાજી કહીને પણ જાણે છે. આ દેવી ના નામ પર જ બેચરાજી નામ ફેમસ થયું છે. દર વર્ષે લાખો ભક્તો માતા ના દર્શને આવે છે, અને જે લોકો બાળકો થી વંચિત હોય છે તે લોકો આ મંદિરે આવીને માતા ના ચરણો માં મસ્તક નમાવે છે, માતા તેમની આશા પૂરી પણ કરે છે.

બહુચર માતા ની વાર્તા

એવું કહેવાય છે કે માં બહુચર ચારણ જાત ના દેઠાની પુત્રી હતી , એક વાર દેવી તેની બહેનો સાથે એક કાફલા માં મુસાફરી માટે નીકળ્યા, ત્યાં રસ્તા માં ખૂંખાર ડાકુ બપૈયા એ રસ્તા માં અધ વચ્ચે હુમલો કર્યો કાફલા માં આવેલ પુરુસ સ્ત્રીએ હિમ્મત રાખી ડાકુ નો સામનો કર્યો પરંતુ કાફલા માં સંખ્યા ઓછી હોવાને કારણ થી ડાકુઓ એ તેમની પર પ્રભુત્વ મેળવી લીધું .

આ વખતે માં બહુચર પણ તેમની બહેનો સાથે કાફલા માં આત્મ બલિદાન માટે ઉભા હતા. આવા માં લુટારુ ઓ યુદ્ધ માં સામે બહેનો ના સ્તનો કાપી નાખે છે આ વખતે માતાજી ક્પાયમાન થઇ ને લુટારુઓ ને શ્રાપ આપે છે. અને માતાજી ના આ શ્રાપ ને કરને લુટારુઓ નપુંસક થઇ ગયા. લુટારુ ઓ ને પોતાના પર લાગેલ શ્રાપ થી મુક્ત થવા માટે તેમને એક મહિલા જેમ રૂપ લઇ ને માતાજી ને ખુશ કરવા પડ્યા ત્યાર થી કિન્નર ની સમુદાય નો પ્રારંભ થયો..

આજે પણ દેશભરમાં કિન્નર સમુદાય દ્વારા માં બહુચર ની પૂજા કરવામાં આવે છે. માતાજી નું વાહન કુકડો છે. ગુજરાત માં કિન્નર સમુદાય ઉપરાંત બીજા સમુદાય ના લોકો પણ માં બહુચર માં અસીમ શ્રદ્ધા ધરાવે છે.

કિન્નરો માતાજી ની પુરા કેમ કરે છે.

એવું કહેવામાં આવે છે કે એક નિઃસંતાન રાજાએ પુત્ર મેળવવા માટે માતાની પૂજા કરી હતી. માતાના આશીર્વાદથી તેમને એક પુત્ર મળ્યો, પરંતુ તે નબળા બન્યો. રાજકુમારનું નામ જેટો હતું. એક રાત્રે રાજકુમાર ના સપનામાં માતાજી આવ્યા અને તેને પોતાનો ભક્ત બનવા કહ્યું આ માટે તેમને પોતાની જનનાંગો સમર્પિત કરવાનું હતું.

આ પછી જેટલા પણ નપુંસક હતા તેમને ગુપ્તાંગો ની બલી આપી માતાજી ની આરાધના માં પોતાનું જીવન સમર્પિત કરવાનું શરુ કર્યું . અને માતાએ તેમની સુરક્ષા અને ખુશીની સંપૂર્ણ કાળજી રાખવા લાગ્યા આ રીતે માં બહુચર કિન્નર સમુદાય ના કુળદેવી બન્યા.

કેવી રીતે પહોચવું. ?

મંદિર અમદાવાદ થી લગભગ 110 કિલોમીટરના અંતરે સ્થિત છે. ગાંધીનગર અમદાવાદ – મહેસાણા થઇ બેચરાજી જઈ શકાય છે. તે મહેસાણાથી 38 કિમી દૂર છે. બહુચર માતાનું આ મંદિર પશ્ચિમ રેલવેના ઓખા-રાજકોટ-મહેસાણા રેલરોડ પર ઓખાથી 466 કિલોમીટર છે.

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે

Comment here