ટીપ્સ

ક્લિક કરી જાણો સીડી ચઢવાના ફાયદા વિષે…!!

જયારે તમે સાંજે ઓફીસ થી ઘરે જાવ ત્યારે લીફ્ટ થી તમારા એપાર્ટમેન્ટ માં ના જાવ પરંતુ તેની જગ્યાએ સીડી ચઢી ને ઘર માં જવાનો આગ્રહ રાખો, સવારે પણ જયારે તમે ઓફીસ જાવ ત્યારે સીડી ઉતરી ને જવાની ટેવ પાડો. આ તમારા માટે સારું કસરત છે. સાથે સથે શરીર ને પણ ખાસું ફાયદા કારક છે. અભિનેતા અક્ષયકુમાર લગભગ આજ કરે છે. અક્ષયકુમાર જીમીંગ માટે કુદરતી કસરત કરવાનું વધારે પસંદ કરે છે. તો આવો જાણીએ સીડી ચઢવાના ના શરીર માં થતા લાભો વિષે…

વજન ઓછુ કરવા :

એક અભ્યાસ ના તારણ મુજબ સીડી ચઢવાથી જોગીંગ કરવા ની તુલના માં પ્રતિ મિનીટ વધારે કેલેરી બાળે છે. ધારો કે કોઈ વ્યક્તિ 54 કિલો ની આસપાસ છે તો તેણે 30 મિનીટ માટે સીડી ચઢ-ઉતર કરાવો તેની 210-240 કેલેરી બળી જશે. આની તુલના માં એરોબિક કસરત માત્ર 180-190 કેલેરી બાળે છે.

ડાયાબીટીસ દર્દી માટે :

સીડી ચઢવાથી લોહીમાં રહેલ શર્કરાનું સ્તર ઘટાડે છે, અને ફેફસા અને હૃદય સ્વાસ્થ્ય માં સુધારો કરે છે. ડોક્ટર ની સલાહ મુજબ દિવસ માં 2 કે 3 વાર 10 મિનીટ માટે સીડી ચઢ-ઉતર કરવી જોઈએ તેનાથી તમારું હૃદય એક દમ હેલ્થી રહે છે.

સ્ટેમિના વધારા માટે :

સહનશીલતા નો સ્ટાર વધારવા માટે આ એક અન્ય ઝડપી રીત છે. શરૂઆત માં તમને થોડીક તફલીફ પડશે થોડોક થાક પણ લાગશે , શ્વાસ વધી જવો જેવી તકલીફ થવી પણ રેગ્યુલર આ વસ્તુ કરવાથી તમારા સ્ટેમિના માં વધારો થઇ શકે છે.

એકસરસાઈઝ માટે :

આજના આ ઝડપી યુગ માં એકસરસાઈઝ નો ટાઇમ ક્યાં મળે છે. આવી પરીસ્થિતિ માં તમે સીડી ચઢી ને તમારા આ અભાવ ને પૂર્ણ કરી શકો છો. આ સ્થિતિ માં ન ચઢવું જોઈએ સીડી. જેમને ઘૂંટણ ની સમસ્યા હોય તેમણે સીડી ચઢવાની મનાઈ કરવામાં આવે છે. કેમ કે આ વસ્તુ તેમાં વધારે પ્રોબ્લેમ્સ કરી શકે છે. ઘૂંટણ ની સમસ્યા વાળા વ્યક્તિ ઓ એ ધીમે ધીમે આ ગતિ ને આગળ વધારવી જોઈએ . પહેલા દિવસે માત્ર 5 મિનીટ ચઢવું જોઈએ આને દિવસ જાય તેમ આ સમય મર્યાદા વધારવી જોઈએ..

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો. 
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here