બોલીવુડ

આ છે બોલીવુડ ની ૫ એવી અભિનેત્રી જે જઈ આવી છે જેલ – નામ જાણી ચોકી ઉઠશો….

જેલ કોર્ટ અને કચેરી એ એક આમ આદમી માટે ખુબ જ મોટી વાત હોય છે પણ રાજનેતા અને ફિલ્મી જગત માટે સાવ નજીવી વાત હોય છે.ત્યાં ક્યારે કોની સાથે ડિવોર્સ થઈ જાય એ ખબર જ નથી પડતી.આપણે અત્યાર સુધી સલમાન ખાન અને સંજય દત્ત ને જેલ માં જતા સાંભળ્યા હશે પણ શું ક્યારેય કોઈએ અભિનેત્રીઓ વિશે આવું સાંભળ્યું છે ખરું?આજે અમે તમને એવી 5 અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જેલ માં સમય પસાર કરી ચુકી છે.

બૉલીવુડ ની 5 અભિનેત્રી કે જે ગઈ છે જેલ..

1.શ્વેતા બાસુ પ્રસાદ :

નિર્દેશિકા અને નિર્માતા એકતા કપૂર ની પોપ્યુલર સિરિયલ ‘કહાની ઘર ઘર કી ની નાની’ એવી શ્રુતિ અને ફિલ્મ મકડી દ્વારા તેના કરિયર ની શરૂઆત કરવા વાળી શ્વેતા એ ઇકબાલ,ડરના જરૂરી હે અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી પોપ્યુલર ફિલ્મો માં કામ કરેલું છે.કેટલાક મહિના પહેલા તેને હૈદરાબાદ પોલીસે સેક્સ રેકેટ માં પકડી હતી.તેને હૈદરાબાદ ના એક હોટલ માં પોલીસે રંગે હાથે પકડી હતી.જો કે થોડા સમય માંજ તે છૂટી ગઈ હતી અને તેને જણાવ્યું હતું કે આ બધી ગલત ફેમી છે.

2.સોનાલી બીન્દ્રે

બૉલીવુડ ની માસૂમ ચહેરા વાળી સોનાલી બીન્દ્રે એ સરફરોશ,હમ સાથ સાથ હે,ડુપ્લીકેટ અને દિલજલે જેવી પોપ્યુલર ફિલ્મો માં કામ કર્યું છે.વર્ષ 1999 માં આવેલી ફિલ્મ હમ સાથ સાથ હે માં કાળા હરણ ના શિકાર ના મામલા માં તેને ઘણી વખત જેલ પણ જવું પડ્યું હતું.ત્યારબાદ 2004 માં તેણે એક ફોટોશૂટ કરાવ્યું હતું તેમાં તેણે કાળા રંગ નો કુરતો પહેર્યો હતો અને તેમાં ૐ નમઃ સિવાય લખેલું હતું.આ મામલા ને લઈ ને લોકો એ તેના વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓ ને ઠેસ પહોંચાડવા માટેની ફરિયાદ દાખલ કરી હતી.તે ઘણી વખત જેલ માં ગઈ છે અને થોડા સમય માં છૂટી ગઈ છે.

3.મોનીકા બેદી

બૉલીવુડ ની હિરોઇન મોનીકા બેદી ના અફેર ના કિસ્સાઓ ગેંગસ્ટર અબ્બુ સલીમ સાથે ખુબજ ચર્ચા માં રહ્યા હતા.એ સીલસિલા માં પોલીસ તેઓ ને ઘણી વાર પૂછતાછ માટે પોલીસ સ્ટેશન પણ બોલાવતી હતી.ત્યારબાદ મોનીકા વિરુદ્ધ બધા સબુતો સાચા નીકળ્યા અને તેને જેલ ની હવા ખાવી પડી.

4.મધુબાલા

જુના જમાના ની મશહૂર અદાકારા મધુબાલાએ મુગલ-એ-આઝમ,ચલતી કા નામ ગાડી અને મહલ જેવી ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું છે સાથે તેઓ જેલ માં પણ સમય પસાર કરી ચુક્યા છે.હકીકત માં મધુબાલા એ વર્ષ 1957 માં એક ફિલ્મ સાઈન કરી હતી અને એના માટે તેણે એડવાન્સ માં પૈસા પણ આપ્યા હતા.ત્યારબાદ તેણે એ ફિલ્મ ના કરી અને પૈસા પણ ન આપ્યા.આ કારણ થી પ્રોડ્યુસરે એના વિરુદ્ધ કેસ નોંધાવ્યો અને મધુબાલા ને જેલ જવું પડ્યું હતું.

5.અલકા કૌશલ

ટીવી સિરિયલ ની અલકા કૌશલે કવિન,ધર્મસંકટ અને બજરંગી ભાઈજાન જેવી અનેક ફિલ્મો કરી હતી પણ કેટલાક કારણો થી તેને જેલ માં પણ જવું પડ્યું છે.અલકા ના ચેક ઘણી વખત બાઉન્સ હોવાને કારણે વર્ષ 2017 માં તેને થોડા દિવસો માટે જેલ માં જવું પડ્યું હતું.

તમે આ લેખ Gujju Dhamal ના સહયોગ થી વાંચી રહ્યા છો.   
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here