બોલીવુડ

જાણો બોલીવુડ ના ખતરનાક વિલન ના છોકરાઓ વષે, તેઓ અત્યારે કરે છે આવા કામ.

બોલીવુડ ફિલ્મો માં વિલન ની ભૂમિકા સાથી મહત્વ ની હોય છે. ફિલ્મો માં એવા ઘણા ખલનાયક છે કે જેમણે પોતાની મજબુત કામગીરી ની સાથે એક મહાન છાપ આપી છે. અને આજે પણ તેનમી કામગીરી યાદ કરીએ છીએ.

આજે તમને બોલીવુડ ના ખાસ વિલન અને તેમના પુત્રો વિષે ચર્ચા કરીશું. આપણા મનપસંદ બોલીવુડ ના ખલનાયક ના છોકરાઓ તેમના થી તદ્દન અલગ જ છે. આપણે બોલીવુડ વિલેન વિષે ઘણું બધું જાણીએ છીએ. પણ તેમના પુત્રો વિષે કઈજ જાણતા નથી. તો આવો જાણીએ બોલીવુડ ના ખ્યાતનામ વિલેન ના પુત્રો વિષે…

મૈક મોહન તથા તેમનો પુત્ર વિક્રાંત

શોલે ફિલ્મ માં સામ્બા નું પાત્ર ભજવનાર મૈક મોહન ક્રિકેટર બનવા માંગતા હતા. પરંતુ તેમના નસીબ માં કઈક અલગ જ હતું. તેમને ફિલ્મ માં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. અને તેમનો પુત્ર પણ ફિલ્મ માં અભિનય કરે છે.

રજા મુરાદ અને તેમનો પુત્ર અલી મુરાદ

ફિલ્મ “ રામ તેરી ગંગા મૈલી “ પ્રેમ રોગ – હીના જેવી મશહુર ફિલ્મ માં ખુંખાર વિલેન નો રોલ કરનાર રજા મુરાદ એ ખલનાયકોના ક્ષેત્રમાં એક ખાસ ઓળખ બનાવી છે. રાજાના પુત્ર પણ ફિલ્મોમાં કામ કરવા માંગે છે, જેના માટે તેણે લંડનમાં અભિનય શાળામાંથી તાલીમ લીધી છે.

ડેની ડેન્ઝોંગ્પા અને તેમનો પુત્ર રેન્ઝિંગ ડેન્ઝોંગ્પા

બોલીવુડ ના શહેનશાહ અમિતાભ બચ્ચન ની પ્રખ્યાત ફિલ્મ “ અગ્નિપથ “ માં કાંચા નો મહત્વપૂર્ણ રોલ કરનાર ડેની ડેન્ઝોંગ્પા બોલીવુડ ની ફિલ્મો ના મશહુર વિલન માંથી એક છે. ડેની એ પોતાના કારકિર્દી માં ખુદા-ગવાહ ઘાતક જેવી મહત્વપૂર્ણ ફિલ્મો માં કામ કર્યું છે. ડેની ના પુત્ર નું નામ રેન્ઝિંગ ડેન્ઝોંગ્પા છે જે જલ્દી થી બોલીવુડ ફિલ્મ માં પોતાનું ડેબ્યુ કરવાનો છે.

શક્તિ કપૂર અને તેમનો પુત્ર સિદ્ધાર્થ કપૂર

કોમેડી ફિલ્મો ની સાથે સાથે વિલેન ના રૂપ માં પણ ફિલ્મ કરનાર શક્તિ કપૂર પણ ખતરનાક વિલેન ના લીસ્ટ માં સામેલ છે. શક્તિ કપૂરે ઘણી બધી ફિલ્મો માં ખૂંખાર વિલેન નો રોલ પણ નિભાવ્યો છે. શક્તિ કપૂરનો પુત્ર સિદ્ધાર્થ પણ તેના પિતાની જેમ બોલિવૂડ જગતમાં કારકિર્દી બનાવવા માંગે છે. સિદ્ધાર્થ એ Haseena The Queen of Mumbai માં કામ કરી ચુક્યો છે.

અમજદ ખાન અને તેમનો પુત્ર શાદાબ ખાન

ફિલ્મ શોલે ના ગબ્બર સિંહ ના પાત્ર ને કોઇપણ ભૂલી શકે નહી. તે ફિલ્મ માં તેમને તેમની પોતાની અદા થી કહેલા બધાજ ડાયલોગ અમર થઇ ગયા. અમજદ ખાનના પુત્રનું નામ શાદાબ ખાન છે જે ફિલ્મોમાં કારકીર્દિ બનાવવા ઇચ્છતા હતા.પરંતુ તે શક્ય થયું નહી.

ગુલશન ગ્રોવર અને તેમનો પુત્ર સંજય ગ્રોવર

બેડમેન ના નામથી જાણીતા મશહુર ગુલશન ગ્રોવર પોતાની કામગીરી થી વધુ પ્રખ્યાત થઇ છે. પરંતુ ફિલ્મના જગતમાં તેના પુત્રને કોઈ રસ નથી. ગુલશન કુમારનો પુત્ર ઉદ્યોગપતિ છે.

દલીપ તાહિલ અને તેમનો પુત્ર ધ્રુવ તાહિલ

દલીપ તહીલે “બાજીગર” “ઈસ્ક” “રાજા “ “કયામત સે કયામત “ જેવી શ્રેષ્ઠ ફિલ્મ માં ખલનાયક નું પાત્ર ભજવ્યું છે. તેમનો પુત્ર ધ્રુવ તાહિલ એક મોડલ છે.

MB શેટ્ટી તેમનો પુત્ર રોહિત શેટ્ટી

૯૦ ના દાયકામાં વિલેન અને સ્ટંટમેન MB શેટ્ટી એ પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમનો પુત્ર રોહિત શેટ્ટી બોલીવુડફિલ્મ માં ડાયરેક્ટ અને પ્રોડ્યુસર છે.

કબીર બેદી તેમનો પુત્ર અદમ બેદી

કબીર બેદી બોલીવુડ ફિલ્મોમાં સૌથી ઉમદા ખલનાયક તરીકે ગણતરી થાય છે. તેમને ફિલ્મ “ ખૂન ભરી માંગ “ થી ખુબજ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમનો પુત્ર ઈન્ટરનેશનલ મોડલ છે.

Comment here