જીવન મંત્ર

ચાણક્યનીતિ: આ 11 કામ કરવાવાળા છે સૌથી મોટા મૂર્ખ.. જાણો મૂર્ખ ના લક્ષણો..

આચાર્ય ચાણક્ય ને પાટલીપુત્ર ના વિદ્વાન તરીકે આજે ઓળખવામાં આવે છે.ચાણક્ય ને તેના ન્યાયપ્રિય આચરણ માટે યાદ કરવામાં આવતા હતા.તેઓ મોટા સામ્રાજ્ય ના મંત્રી હોવા છતાં પણ એક નાની એવી ઝૂંપડી માં રહેતા હતા.ચાણક્યે તેના જીવન માં મળેલા અવલોકનો ને ચાણક્યનીતિ માં નાખ્યા છે.તેમાં અમુક એવી વાતો જણાવી છે કે કોઈ પણ વ્યક્તિ તેનો અમલ કરે તો પછી તેને સફળ થતા કોઈ રોકી શકતું નથી.પરંતુ ચાણક્ય નીતિ માં કેટલીક એવી વાતો પણ કહી છે કે જેનો અમલ કરવાથી માણસ મૂર્ખ તરીકે ઓળખાય છે.આજે અમે તમને મૂર્ખ માણસ ની કેટલીક નિશાનીઓ વિશે સમજાવીશું.

આ લોકો કહેવાય છે મૂર્ખ..

કેટલાક લોકો એવા હોય છે કે જેનામાં જ્ઞાન કઈ પણ હોતું નથી છતાં પણ ઘમંડ કરે છે.એટલા માટે જો કોઈ વાર વગર જ્ઞાને ઘમંડ કરતો હોય તો એ સૌથી મોટો મૂર્ખ છે.

જે લોકો ગરીબ હોવા છતાં મોટા મોટા સપના જોતા હોય અને મહેનત ન કરવા છતાં ધનવાન થવાના સપના જોતા હોય એ પણ મોટા મૂર્ખ છે.

કેટલાક લોકો ની આદત હોય છે કે તે પોતાનું કામ છોડીને બીજા ના કામ માં લાગેલા રહે છે.આવા માણસો પણ આ કેટેગરી માં આવે છે.

જે લોકો ખોટા કામ કરે છે અથવા ખોટા લોકો નો સંગાથ કરે છે એ પણ મૂર્ખ છે.

જરૂરત ની વસ્તુઓ તો લેવીજ જોઈએ પણ જે વ્યક્તિ કામ વગર નો ખોટો ખર્ચો કરે છે એ મોટા મૂર્ખ છે.

અમુક વ્યક્તિ ઓ જાણી જોઈને તેનાથી શક્તિશાળી લોકો સાથે દુશ્મનીની કરી લે છે જે લોકો આવું કરે છે તે મહામૂર્ખ છે.

જે લોકો આખો દિવસ ખરાબ કાર્યો કરતા રહે છે અને આખો દિવસ તેનો એમજ પસાર થાય છે તો તે પણ મોટા મૂર્ખ છે.

જે વ્યક્તિ કોઈ પણ બીજા વ્યક્તિ ને પોતાના કાર્યો વિશે જણાવી દે છે અને કોઈના પણ શક કરવા લાગે છે તે પણ મૂર્ખ છે.એટલું જ નહિ જે વ્યક્તિ જલ્દી કોઈના પર ભરોસો કરી લે તે પણ મુર્ખ જ છે.

જેને ભગવાન માં આસ્થા નથી હોતી તેઓને નાસ્તિક કહેવામાં આવે છે ભગવાન માં ન માનવા વાળા અને ભગવાન નું અપમાન કરવાવાળા મોટા મૂર્ખ છે.

જે લોકો ને સમય ની કદર નથી હોતી તેઓ પણ મૂર્ખ છે.આ સિવાય જે આખો દિવસ અર્થ વગર ના કામ કર્યા રાખે છે એ પણ મૂર્ખ છે.

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો. 
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here