આધ્યાત્મિક

ભગવાન ને પૂજા માં ચઢાવો આ સામગ્રીઓ ભગવાન પ્રસન્ન થઈ ને કરશે બધી ઈચ્છા પૂરી.

સનાતન ધર્મ માં દેવી દેવતા ની પૂજા કર્યા પછી ભોગ ચઢાવવાનો રિવાજ છે,જે અનુસાર ભગવાન ને પવિત્ર ખાદ્ય સામગ્રી ઓ ધરાવીને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.આમ કરવાથી ભગવાન આપણાં પર પ્રસન્ન થાય છે અને આપણા પર કૃપા વરસાવે છે.આમ જોઈએ તો પૂર્ણ શ્રધ્ધા થી જે કઈ પણ તમે ભગવાન ને ચઢાવો એ ભગવાન ને સ્વીકાર્ય હોય છે. પણ શાસ્ત્રો માં બધા દેવતાઓ માટે અલગ અલગ ભોગ જણાવેલ છે.પરંતુ બધા લોકો આ વાત વિશે જાણતા નથી.જો તમે પણ આ વાત થી અત્યાર સુધી અજાણ છો તો તમારા માટે આ આર્ટિકલ ખુબ જ અગત્ય નો છે.જાણો ક્યાં દેવતા ને કયો ભોગ પસંદ છે..

ગણપતિ ને પ્રિય છે મોદક

ગણપતિ બાપા ને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે.કારણ કે તેની પૂજા થી બધાના કષ્ટ દૂર થાય છે.તેવીજ રીતે ભગવાન ગણેશ ને પ્રસન્ન કરવાનો સૌથી સારો ઉપાય છે તેનો મનપસંદ ભોગ કે જે મોદક છે.પદ્મપુરાણ અનુસાર મોદક અમૃત થી બનેલ હોય છે અને માતા પાર્વતી ને આ દિવ્ય મોદક દેવતાઓ દ્વારા પ્રાપ્ત થયું હતું.

પૌરાણિક કથાઓ અનુસાર માતા પાર્વતી ના મુખેથી મોદકના વખાણ સાંભળ્યા પછી ગણપતિજી ને મોદક ખાવાની ઈચ્છા થઈ હતી.ત્યારે માતા પાર્વતીએ ગણેશજી ની સાથે સાથે કાર્તિકેય માટે પણ મોદક બનાવ્યા અને બન્ને વચ્ચે સરખે ભાગે વહેંચવાનું નક્કી કર્યું.પણ ગણેશ અને કાર્તિકેય મોદક વહેંચવા નહોતા માંગતા ત્યારે માતા પાર્વતી એ એક યુક્તિ અજમાવી તેઓ એ બન્ને વચ્ચે એક સ્પર્ધાનું આયોજન કર્યું અને કહ્યું કે જે જીતે એને બધા મોદક આપી દેવામાં આવશે.હકીકત માં તેઓ એ બન્ને ને બ્રહ્માંડ ની પ્રદક્ષિણા કરવાનું કહ્યું હતું અને જે પહેલા આવે તે સ્પર્ધાનો વિજેતા ગણાશે.આ સાંભળી ને કાર્તિકેયે તેનું વાહન મયુર ઉપાડ્યું અને નીકળી ગયા પ્રદક્ષિણા કરવા.ગણેશજી ત્યાંજ ઉભા રહ્યા અને ચતુરાઈ થી તેના માતા પિતા શિવ અને પાર્વતી ની પ્રદક્ષિણા કરી અને કહ્યું કે મારા માટે બ્રહ્માંડ મારા માતા-પિતા જ છે.આ થી માતા પાર્વતી તેના પર પ્રસન્ન થયા અને બધા મોદક તેને આપું દીધા.ત્યારથી ગણેશજી ને મોદક ચઢાવવાની પ્રથા શરૂ થઈ.

તેજ શાસ્ત્રો નું માનીએ તો માતા દુર્ગા ને ચોખાથી બનેલી કોઈપણ ચીજ તમે ભોગમાં ચઢાવી શકો છો.જેમ કે ખીર માતા ને ખુબજ પસંદ છે.આ સિવાય માતા ને ગોળ,ઘી,મીશ્રી અને દૂધ પણ ચઢાવી શકીએ છીએ.નવરાત્રી માં કુંવારી કન્યા ઓ ને હલવો અને પુરી જમાડવાથી માતા ખુબ જ રાજી થાય છે.

દેવી લક્ષ્મીજી ને ખીર અને શ્રીફળ નો ભોગ ધરાવવાનું વિધાન છે,હકીકત માં આ બન્ને ધન અને સમૃદ્ધિ ના પ્રતીક માનવામાં આવે છે.હકીકત માં શ્રી નો અર્થ થાય છે માતા લક્ષ્મી અને ફળ નો અર્થ થાય છે માતા દ્વારા પ્રાપ્ત થયેલું.એટલા માટે જો તમે માતા ની કૃપા ચાહતા હોય તો માતા ને શ્રીફળ અને ખીર ચઢાવવાથી તમારા પર કૃપા વરસતી રહે છે.

જોકે માં કાલી અને માં દુર્ગા એક જ સ્વરૂપ છે એટલે બન્ને ને સરખો ભોગ જ ધરાવાતો હોય છે જ્યારે અમુક ખાસ દિવસો હોય ત્યારે માં કાલી ને પણ ખીર ધરાવવી જોઈએ.કેટલાક વિશેષ મોકાઓ માં કાલી ને બલી ચઢાવવાની પણ પ્રથા છે.

વિદ્યા અને કળાની દેવી માતા સરસ્વતી ને કોઈપણ મોસમી ફળ અથવા મીઠાઈ નો ભોગ ચઢાવવાની પ્રથા છે.આ સિવાય તમે તેને ખીચડીનો ભોગ પણ ચઢાવી શકો છો.

ભોલેનાથ ને ભાંગ અને દૂધ વધારે પ્રિય હોય છે અને બધા પ્રકાર ના મોસમી ફળો શિવ ને ભોગ રૂપે ચઢાવવામાં આવે છે.શિવજી ને પંચામૃત પણ પ્રિય છે એટલા માટે તેની પૂજા માં પંચામૃત પણ ચઢાવવામાં આવે છે.

ભગવાન વિષ્ણુ ને પીળા રંગ થી બનેલી કોઈપણ વાનગી પસંદ છે પછી તે મીઠાઈ હોય કે પછી ફળ.ભગવાન કૃષ્ણ ને પણ વિષ્ણુ નો જ અવતાર માનવામાં આવે છે.જેને શ્રીખંડ અથવા પેંડા ચઢાવાય છે.

આમ જ હનુમાનજી ને લાડુ ખુબ જ પ્રિય છે અને આ સિવાય પ્રભુ ને ગોળ અને ચણાં નો પ્રસાદ ચઢાવાય છે.

શનિદેવ ,રાહુકેતુ અને માતા ભૈરવી ને કાળા રંગ ની વસ્તુઓ ખુબજ પ્રિય હોય છે.આવા માં તેને કાળા તલ અને અડદ ની દાળ પ્રસાદ ના રૂપ માં ચઢાવાય છે.આમ જ સરસવ નું તેલ પણ શનિ દેવ ને ખુબ જ પ્રિય છે અને આજ તેલ માં પ્રસાદ બનાવવો શુભ માનવામાં આવે છે.

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો.   
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here