અજબ-ગજબ

અંદર થી હચમચાવી દેશે ભૂતો સાથે જોડાયેલી દિલચસ્પ વાતો સાંભળીને…..

ઘણા લોકો ને એ પ્રશ્ન રહેતો હોય છે કે ભૂત આત્મા જેવું હકીકત માં હોય છે કે નહીં.અમુક લોકો ને વિશ્વાસ હોય છે કે આવું કઈ હોતું નથી પણ અમુક લોકો ભૂત પ્રેત માં માનતા હોય છે.જેટલા લોકો એટલી વાતો,અલગ અલગ ધર્મ માં સંસ્કૃતિ માં ભૂતો ને અલગ અલગ રીતે દર્શાવવામાં આવ્યા છે.ભૂત છે કે નહીં એના વિશે ઘણા બધા તર્ક વિતર્ક સામે આવ્યા છે જોકે હાલ માં તેના વિશે કઈ કહી શકાય એમ નથી.આ આર્ટિકલ માં અમે તમને ભૂતો સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

ભૂતો સાથે જોડાયેલી દિલચસ્પ વાતો

1.આજ સુધી તમે જેટલી ભૂતો વિશે ની વાત સાંભળી છે એમાં.તમે સાંભળ્યું હશે કે ભૂત રાત્રે આવે છે પણ રાત દરમિયાન એવું તો શું છે કે ભૂત એ સમયેજ આવે છે.એવું કહેવામાં આવે છે રાત દરમીયાન ઇલેક્ટ્રોનિક વ્યવસ્થાપન ઓછું હોય છે એટલા માટે તેઓ વધારે શક્તિ દેખાડી શકે છે.

2.એવું કહેવામાં આવે છે કે ભૂતો ને તમારા ધ્યાન ની જરૂર હોય છે એટલે કે તેઓ એવું ચાહે છે કે તમે એની ઉપસ્થિતિ ઉપર કઈક રીએક્ટ કરો.ભૂત એન્ટ્રી લે અને તેના પર કોઈનું ધ્યાન ન જાય તો તે જાત-જાત ની હરકતો કરવા લાગે છે.જેવું તમારું ધ્યાન તેની ઉપર જાય છે તેઓ મન માં જ પ્રસન્નતા નો આનંદ લે છે.

3. વૈજ્ઞાનિકો અનુસાર ભૂતો ની વાત કરવાની પદ્ધતિ છે અવાજ.તેઓ ઘણા પ્રકાર ના અવાજ ઉતપ્પન કરીને એકબીજા સાથે વાત કરે છે.વિશેષ વસ્તુ ઓ ને આમતેમ કરીને પણ તે વાત પહોંચાડે છે.ક્યારેક એવી વસ્તુ ને એ તમારી સામે લાવવાનો પ્રયત્ન પણ કરે છે કે જેમાં એની રુચિ હોય અને તે વસ્તુ તેની સૌથી નજીક હોય.

4.ભૂતને કંટાળો પણ આવે છે અને જ્યારે તેને એવું થાય છે ત્યારે તે તમને પરેશાન કરે છે.તેઓ ક્યારેક ક્યારેક તમારી સાથે નટખટ બાળક ના સ્વરૂપે પણ રજૂ થાય છે.આવા મોકા ઉપર તેઓ નું ઉદેશ્ય તમને ડરાવવાનું નહિ પણ મજા કરાવવાનું હોય છે.

5.ભૂત હર કોઈ ને પરેશાન નથી કરતા ખાસ કરી ને તેના પરિવાર ના સદસ્યોને.પોતાના પરિવાર ના લોકો ને બચાવવામાં પણ તેનો સૌથી મહત્વ નો હાથ હોય છે.અજાણ્યા લોકો ને હેરાન કરવા એ એનો શોખ હોય છે અને ખાસ કરી ને તે તેને નડતર રૂપ બને ઈવા લોકો ને વધારે હેરાન કરે છે.

6.ભૂતો ની પણ પસંદ નાપસંદ હોય છે.સામાન્ય રીતે ભૂતો ગંધ ના દીવાના હોય છે.ખાસકરીને અત્તર ની સુગંધ તેઓ ને ખુબજ ગમે છે.જે જગ્યા એ અત્તર ની સુગંધ વધારે આવી રહી હોય એવીજગ્યા એ તેનો નું આવનજાવન વધારે હોય છે.

7.જો તમે કોલેજ માં ભણતા હશો તો તમે ભૂત ને બોલાવવાના ઘણા પ્રયત્નો વિશે જાણ્યું હશે.ભૂત ને બોલાવવાની પદ્ધતિ ને પ્લેનચીટ કહેવામાં આવે છે.જેમાં ગ્લાસ પર કાગળ ના કેરમબોર્ડ જેવી વસ્તુ રાખી ને ઉલટા અક્ષરો રાખવામાં આવે છે.સાંજ ના સમય દરમિયાન કરવામાં આવતી આ પ્રક્રિયા માં આત્માઓ નું આહવાહન કરવામાં આવે છે.જો કે આત્મા વાત કરશે કે નહીં એ એના મૂડ ઉપર આધારિત છે.ધ્યાન રાખવું કે કમજોર દિલ વાળા વ્યક્તિઓ એ આ પ્રક્રિયા ક્યારેય ન અજમાવી.

8.સૌથી વધારે ભૂત ક્યાં દેશ માં જોવા મળે છે જો એવું પૂછવામાં આવે તો તેનો જવાબ કદાચ ભારત મળે પણ એવું નથી.તાજેતર માં જ એક રિસર્ચ માં સામે આવ્યું કે ચીન ના ઓફીસ કર્મચારીઓ ને સૌથી વધારે ભૂતો દેખાય છે.એમાં ઘણા લોકો એ દાવો પણ કર્યો છે કે અમે ભૂતો ને જોયા છે અને તેનો અહેસાસ પણ કર્યો છે.

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો. 
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here