ટીપ્સ

ઇન્ડિયન ફૂડ બેસ્ટ ફૂડ છે, સ્વસ્થ રહેવા માટે લો આ દેશી આહાર

જિંદગી ની ભાગદોડ નોકરી,ફેમીલી,દોકટર, બચ્ચાઓ, માં-બાપ, સંબંધીઓ, સોસાઈટી , દોસ્તી, વ્યક્તિઓ આ બધામાં એટલી સંકળાયેલી છે કે પોતાનું ખાવા-પીવા નું , સ્વાસ્થ્ય અથવા એમ કહીએ કે પોતાના પર ધ્યાન જ નથી આપતા. એવા માં જયારે સુધી શરીર માં જાન છે ત્યાં સુધી તો બધું બરાબર છે. પરંતુ, જેમ બીમારીઓ આવવાની ચાલુ થાય એમ ઝીંદગી માં દવાઓ એક સાંકળ ની જેમ બંધાઈ જાય છે. જે જિંદગીભર ચાલુ રહે છે. એને લઈને આજની યુવા પેઢી માં પરેશાની થઈ રહી છે. એ ખુદ જ નથી સમજી શકતા કે એમની દોડ-ભાગ ની જિંદગી માં એમના ખાવામાં શું ખાવું જોઈએ. જેનાથી એમનું સ્વાસ્થ્ય ને સારું રાખવા ઘરમાંથી જ પૂરો આહાર મળી રહે. અમે તમને આજે આવાં જ ખાદ્ય પદાર્થો વિષે જણાવશું જે તમારા સ્વાસ્થ્ય ને હેલ્થી અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

આજ ના સમય ના યુવાઓ ને વિદેશી કલ્ચર ની જેમ વિદેશી ફૂડ પણ ગમવા લાગ્યા છે. જયારે સાચી વાત એમ છે કે જે સ્વાદ અને મજા આપણા ભારતીય ફૂડ માં છે એવો કોઈ માં નથી.

દૂધ પૌષ્ટિક આહાર છે

ઇન્ડિયન ફૂડ ખાલી સ્વાદિષ્ટ જ નહિ પણ સેહતમંદ પણ છે. જે તમને હેલ્થી અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ભારત માં દૂધ ને સૌથી પહેલાં રાખવામાં આવે છે. જે સવારે અને સાંજે કોઈ પણ સમયે પી શકાય છે. દૂધ એક એવી વસ્તુ છે જેમાં બધા જ મિનરલ્સ મળે છે.

અડદ ની દાળ

અડદ ની દાળ માં ભરપૂર માત્રા માં પોષક તત્વ હોય છે. અડદ ની દાળ નું સેવન આપણને ઘણી પ્રકારની બીમારીઓ થી બચાવે છે. જે લોકોને વધારે તાવ , બવાસીર, સંધિવા, લકવા પાચન સંબંધી અને દમ ગુટવો આ પ્રકારની બીમારીઓ ને દૂર કરવા અડદ દાળ ખુબ લાભદાયક છે. એમાં ભરપૂર માત્રા માં આયર્ન, ફોલિક એસીડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે.

રોટલી ના ફાયદા

ઉતર ભારત માં રોટલી સૌથી મહત્વપૂર્ણ અને પોષક તત્વો થી ભરપૂર આહાર છે. ભલે મલ્ટી ગ્રેન લોટ ની રોટલી ના રૂપ માં સેવન કરો અથવા ચક્કી ના લોટ , બન્ને આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. રોટલી ના સેવન થી શરીર માં ભરપૂર માત્રા માં ફાઈબર અને કર્બોહાઇદ્રેટ મળે છે. જેના કારણે બોડી ને પુરતી ઉર્જા મળે છે.

દહીં નું સેવન

ગરમી હોય કે ઠંડી, દહીં નું સેવન બન્ને ઋતુ માં કરવું જોઈએ. દહીં માં દૂધ થી પણ વધુ પ્રમાણ માં કેલ્શિયમ હોય છે. એ આપણું પાચનતંત્ર સારું કરવાની સાથે બીજા પણ ઘણાં લાભ આપે છે. દહીં માં કેલેરી હોય છે જે શરીર માં ફેટ નથી વધારતી.

પનીર

પનીર માં લગભગ બધા એવા પોષક તત્વ હોય છે જે આપણા શરીર ને બહુ જરૂરી હોય છે. પનીર ને નોનવેજ નું એક વૈકલ્પિક રૂપ પણ કહેવાય છે. જેમને વજન વધારવાનું હોય છે એમને પનીર નું સેવન કરવું ખુબ જરૂરી છે. પનીર માં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. ઘર માં બનેલા પનીર ના સેવન થી , હોટલ માં મળતા પનીર કરતા વધારે ફાયદા હોય છે.

આમળાં

આમળાં કોઈ પણ રૂપ માં આપણા સેવન માં લેવાથી ફાયદાકારક જ છે. એ આપણને ઘણાં પ્રકારના લાભ આપે છે. આમળાં સૌથી વધારે આપણા આંખો માટે ફાયદાકારક છે. એમના ઘણી માત્રા માં વિટામિન્સ હોય છે. એમાં ફ્રી રેડીકલ ફાઈટીંગ એંટી ઓક્સીડેંટ વધારે પ્રમાણમાં હોય છે. જેના કારણે કફ, ખાંસી, આંખો ની રોશની ની સાથે ઘણી બીમારીઓ થી બચી શકાય છે. આમળાં નો પ્રયોગ ઘણી દવાઓમાં પણ કરવામાં આવે છે.

Comment here