જીવન મંત્ર

ઘણી વાર રાતે સપના માં દેખાય છે મૃત્યુ પામેલા લોકો તો શું પ્રભાવ પડે છે તમારી જિંદગી માં…

મૃત્યુ એ જીવનનું એક કટુ સત્ય છે કોઈ પણ જીવતી વસ્તુ તેનાથી બચી શકતી નથી.ઘણી વાર પોતાના નજીકના લોકો નું મૃત્યુ થવાથી ખુબ જ દુ:ખી થાય છે.સાથે જ તેનો પ્રભાવ એટલો હોય છે કે દિલો દિમાગ માં છવાઈ જાય છે અને કેટલીક વાર સપનામાં પણ આવે છે.તો ચાલો આજે એ જાણીએ કે આવી ઘટના થી આપણા જીવન માં શુ ફરક પડે છે.

મનોવૈજ્ઞાનિકતા ની દ્રષ્ટિ એ જોવા જઈએ તો તે કેટલાક ખાસ સંદેશ આપે છે અને તમારા જીવન સાથે જોડાયેલી સકારાત્મક ઊર્જા નું માર્ગદર્શન પણ આપે છે.સાથે જ તમારા જીવન સાથે જોડાયેલી મુશ્કેલીઓ પ્રત્યે પણ આશ્વાસન આપે છે અને તમામ પ્રકાર ની ઘટનાઓ થી સૂચિત કરે છે.

આ પ્રભાવ તમારી જિંદગી પર પડે છે.

જ્યારે કોઈ મૃત વ્યક્તિ તમારી સામે આવે છે ત્યારે તમને વાસ્તવિકતા નો અહેસાસ આપે છે અને તમારી ભાવનાઓ એ સમયે ઘણી તે જ થઈ જાય છે જેનાથી આપણ ને કોઈ અહેસાસ થતો નથી કે આ સપનું છે કે હકીકત.
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીમારી થી મૃત્યુપામે છે અને તે તમારા સપના માં આવે છે ત્યારે તમને એ ખુબ જ તંદુરસ્ત જોવા મળે છે.

જો કોઈ વ્યક્તિ તમારી ખુબજ નજીક હોય છે અને તેનું મૃત્યુ થઈ જાય છે ત્યાર બાદ એ તમારા સપના માં આવે છે અને તમને આશ્વાસન આપે છે કે તે ત્યાં ખુબજ ખુશ છે અને તમે પણ તેની ચિંતા કર્યા વગર ખુશ રહો.મૃત્યુ એ બધા માટે અનિવાર્ય હોય છે.

સપના માં કોઈ મૃત્યુ પામેલા સ્વજન નું આવવું એ તમને આવનારી મુશ્કેલીઓ થી બચવાનો રસ્તો આપે છે તેથી તમે તમારા જીવન માં આગળ વધી ને તમારી સફળતા પ્રાપ્ત કરો.

સપના માં જ્યારે કોઈ મૃત પરિજન આવે છે તો કેટલીક વાર તે ફક્ત ઈશારા થીજ તેની વાત સમજાવવાની કોશિશ કરે છે. જો તમારો સબંધ ઘણો પાકો છે તો તમે આસાની થી સમજી જાવ છો કે એ શું કહેવા માંગે છે.

મૃત પરિજન નું સપનામાં આવવું એ તમારા સારા ભવિષ્ય વિશે તમને આગાહી કરે છે અને તમને જોવા પણ મળશે કે મૃત પરિજન ના સપના માં આવ્યા પછી તમારા જીવન માં ઘણા ભાવનાત્મક ફેરફારો જોવા મળે છે.

જો કોઈ વ્યક્તિ જીવતા હોવા છતાં પણ તમારા બધા સુખ દુઃખ માં સાથ આપે છે તે વ્યક્તિ ની મૃત્યુ પછી તે તમારા સપનામાં અવશ્ય આવે છે અને તે તમને બધા પ્રકાર ની સમસ્યા માંથી બહાર નીકળવાની કોશિશ કરે છે.કેટલીક વાર કોઈ મૃત પરિજન ના સપનામાં આવ્યા પછી વ્યક્તિનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comment here