આધ્યાત્મિક

મારતા પેહલા કર્ણ એ માંગ્યા હતા શ્રી કૃષ્ણ પાસે આ 3 વરદાન

જ્યારે કર્ણ મૃત્યુ શૈયા ઉપર હતા ત્યારે કૃષ્ણ તેના દાનવીર પણા ની પરીક્ષા લેવા માટે આવ્યા હતા.કર્ણ એ કૃષ્ણને કહ્યું કે મારી પાસે દાનમાં આપવા માટે કઈ જ નથી.એવામાં કૃષ્ણએ તેની પાસેથી તેનો સોનાનો દાત માંગ્યો.

કર્ણ એ તેની નજીક પડેલ પથ્થર ઉઠાવ્યો અને તેનાથી પોતાનો દાંત તોડી નાખ્યો અને કૃષ્ણને આપી દીધો.કર્ણ એ એકવાર પાછું પોતાને દાનવીર હોવાનું પ્રમાણ દર્શાવ્યું જેનાથી કૃષ્ણ ઘણા પ્રભાવિત થયા.કૃષ્ણએ કર્ણ ને કહ્યું કે તે તેની પાસે થી કોઈ પણ વરદાન માંગી શકે છે.

કર્ણ એ કૃષ્ણ ને કહ્યું કે નિર્ધન સુત પુત્ર હોવાને કારણે તેની સાથે ખુબ જ છળ થયા હતા.આગળ ના સમય માં હવે કૃષ્ણ ધરતી ઉપર આવે તો તે પછાત વર્ગો ને સુધારવાનો પ્રયત્ન કરે.આની સાથે કર્ણએ બે વધારે વરદાન પણ માંગ્યા.

બીજા વરદાન ના રૂપ માં કર્ણએ માંગ્યું કે આવતો અવતાર તેઓ એ જ રાજ્ય માં ધારણ કરે અને ત્રીજા વરદાન માં માંગ્યું કે તેનો અંતિમસંસ્કાર તેઓ ખુદ પોતાના હાથ ઉપર કરે.

વરદાન ને વશ થઈ ને કૃષ્ણએ કર્ણના અંતિમ સંસ્કાર તેના હાથ માં કર્યા.આવી રીતે દાનવીર કર્ણ એ મૃત્યુ પછી સાક્ષાત વૈકુંઠ ધામ પ્રાપ્ત કર્યું.

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો. 
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here