આધ્યાત્મિક

હનુમાને આ કરણે પોતે લખેલી ” રામાયણ ” સમુદ્ર માં ફેંકી દીધી હતી….

આપણે બધા જાણીએ જ છીએ કે રામાયણ .આ ભગવાન શ્રી રામ ના જીવનનું વર્ણન છે અને એ પણ જાણીએ છીએ કે તે કોણે લખી છે.આમતો રામજી વિશે અનેક લોકો એ પુસ્તકો લખ્યા છે પરંતુ તેમાં થી પ્રમુખ છે : વાલ્મિકી રામાયણ, રામચરિત માનસ , કબંદ રામાયણ, આનંદ રામાયણ અને અદભુત રામાયણ.

પરંતુ તમારા લોકો માંથી ઈવા ઓછા લોકો છે જે કે પ્રભુ શ્રી રામ ને સમર્પિત રામાયણ સ્વયં ભગવાન હનુમાનજીએ લખી હતી.જે “હનુમદ રામાયણ” ના નામે જાણીતી છે અને આ રામાયણ ને જ સૌથી પહેલી રામાયણ હોવાનો ખિતાબ પ્રાપ્ત છે પણ તમનર જાણીને હેરાની થશે કે આ રામાયણ ને સ્વયં શ્રી હનુમાનજી એ સમુદ્ર માં નાખી દીધી હતી.જાણો કથા શાસ્ત્રો અનુસાર…

પ્રથમ રામાયણ હનુમાનજીએ લખી- હનુમદ રામાયણ

શાસ્ત્રો થી ખબર પડે છે કે સૌથી પહેલી રામાયણ ભગવાન હનુમાનજીએ લખી હતી અને તે રામાયણ ને એક પહાડ પર લખવામાં આવી હતી.પોતાના નખ થી આ કથા વાલ્મિકીજી ના રામાયણ લખવા પહેલા લખવામાં આવી હતી અને તેને ‘હનુમદ રામાયણ’ નું નામ મળ્યું હતું.

હનુમાનજીએ આ ત્યારે લખ્યું હતું જ્યારે રામજી રાવણનો વધ કરીને લંકા પર વિજય પ્રાપ્ત કરીને પોતાના ઘર અયોધ્યા પાછા ફર્યા અને રાજ પાઠ સંભાળી રહ્યા હતા.તે પછી હનુમાનજી હિમાલય ની કંદરા માં જઈ ને ભગવાન શિવ નું ભજન કરવા લાગ્યા એ દરમિયાન જ હનુમાનજી એ ભગવાન શ્રીરામ ની સુંદર ચરિત્ર લીલા ઓનું વર્ણન તેના નખ દ્વારા કર્યું હતું.

જ્યારે ઘણો સમય જતો રહ્યો ત્યારે વાલ્મિકી એ જે રામાયણ લખી હતી તે ભગવાન શિવ ને દેખાડવા માટે હિમાલય પર જતા હતા ત્યાં જઈ ને વાલ્મિકી એ હનુમાનજી દ્વારા લખાયેલી રામાયણ જુએ છે ત્યારે વાલ્મિકી તેના દ્વારા લખાયેલી રામાયણ ખુબજ નાની માને છે અને ઉદાસ થઈ જાય છે હનુમાનજી દ્વારા પુછાયેલું તેમનું ઉદાસી નું કારણ જણાવતા કહે છે કે ‘હનુમદ રામાયણ’ ની સામે મને મારી રામાયણ ખુબજ નાની લાગે છે.

આ બધું સાંભળી ને હનુમાનજી કહે છે કે તે તો નિઃસ્વાર્થ થઈ ને પોતાની રામ ભક્તિ ના માર્ગ પર ચાલવા વાળા છે.આજ થી તમારી રામાયણ જ જગ માં ઓળખાશે એટલું કહી ને તે હનુમદ રામાયણ વાળા પર્વત ને ઉખાડી ને સાગર માં ફેંકી દે છે.

હનુમાનજી ના આટલા મોટા ત્યાગ ને જોઈને વાલ્મિકી જી એ કહ્યું કે હનુમાન તમારા થી મોટો કોઈ રામ ભક્ત નથી અને તમારા થી મોટો કોઈ દાની નથી તમે તો મહાન થી પણ અત્યંત ઉપર છો. તમારા ગુણગાન માટે મારે કલિયુગ માં એક જન્મ વધારે લેવો પડશે.

હનુમાનજી ની સહાયતા થી તુલસીદાસે લખી રામચારીતમાનસ !

રામચારીતમાનસ ના રચયિતા ગૌસ્વામી તુલસીદાસ ને જ વાલ્મિકી નો બીજો જન્મ માનવામાં આવે છે.હનુમાનજી ની મદદ થી જ તેઓ એ આ મહાકાવ્યના કાર્ય ને પૂર્ણ કર્યું. રામચારીતમાનસ માં આવેલી સુંદરકાંડ અને હનુમાનચાલીસા આજે બધા ના મુખ પર છે.

સાગર માં મળ્યું છે હનુમદ રામાયણ ના પ્રમાણ

મહાકવિ કાલિદાસ ના સમય માં એક ચટ્ટાન ની શીલા મળી હતી જેના પર ગૂઢ લિપિ માં કઈક લખેલું હતું.જે કાલિદાસે વાંચી ને કહ્યું કે આ હનુમદ રામાયણ લખેલો શીલા નો એક ટુકડો છે.

તમે આ લેખ Gujju Dhamal ના સહયોગ થી વાંચી રહ્યા છો.   
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here