Uncategorizedઆધ્યાત્મિક

શા માટે ખરાબ નથી થતું ગંગાજળ ? જાણો એના પાછળ નું વૈજ્ઞાનિક કારણ..

સનાતન ધર્મ માં ગંગાજળ નું કેટલું મહત્વ છે એ આપણે બધા જાણીએ જ છીએ.પુણ્ય પ્રાપ્તિ માટે સ્નાન થી લઈ ને તેનું જળ બધા શુભ કાર્યો માં વપરાય છે.બધા હિંદુઓ ના ઘર માં તમને ગંગા જળ અવશ્ય મળી રહેશે.પરંતુ શું તમે કયારેય એવું વિચાર્યું કે સદીઓ થી તેનું જળ એટલું બધું પવિત્ર શા માટે છે?આપણે ઘર માં જે ગંગાજળ રાખીએ છીએ તે પણ વરસો પછી એવુંજ રહેશે જોકે સામાન્ય જળ થોડાજ સમય માં બગડી જતું હોય છે.સાથે જ ગંગા નદી માં આજુબાજુ નો કચરો અને ગટર પણ ભળે છે તો પણ તે એટલું બધું પવિત્ર કેમ છે? તો ચાલો આપણે આજે તમને તેનું સાચું કારણ જણાવીએ…

હકીકત માં સનાતન ધર્મ પૂર્ણપણે વૈજ્ઞાનિક તથ્યો પાર આધારિત છે અને ગંગાજળ ની પવિત્રતા નું કારણ પણ વૈજ્ઞાનિક છે જેના વિશે હાલમાં એક શોધ સામે આવી છે.આ શોધ માં ગંગા ના પાણી ને સદાય ને માટે સ્વચ્છ રાખવા વાળો એક વાયરસ સામે આવ્યો છે.વૈજ્ઞાનિકો નું એવું કહેવું છે કે ગંગા ના પાણી માં એક વાયરસ છે જે ઘણા વર્ષો સુધી ગંગા ના પાણી ને સડવા દેતો નથી.આજ કારણ છે કે તમે ગંગા જળ ને ગમે તેટલા દિવસો સુધી સ્ટોર કરી ને રાખશો પણ ના તેના રંગ માં કઈ ફેર પડે કે ના તે ક્યારેય પણ બગડશે.

આમ જોઈએ તો આ શોધ નો અલગ જ એક ઇતિહાસ છે.હકીકત માં આ શોધની શરૂઆત સન 1890 માં એક બ્રિટિશ સાયન્ટિસ્ટ અરનેસ્ટે કરી હતી.આ વૈજ્ઞાનિક જયારે ગંગા પર સંશોધન કરી રહ્યા હતા ત્યારે ભારત માં હેવા નામનો રોગ ફેલાયેલો હતો અને તેનાથી મરવાવાળા લોકો ની લાશો ને ગંગા માં નાંખવામાં આવતી હતી.એવાંમાં અરનેસ્ટ ને બીક હતી કે ક્યાંક ગંગા નદી માં નાહવા વાળા લોકો ને હેવા ન થઈ જાય અને ગંગા જળ પર તેઓએ રિસર્ચ કર્યું અને પરિણામ જાણી ને તેઓ હેરાન જ રહી ગયા.કારણકે તેની જાણકારી માં ગંગાજળ એકદમ શુદ્ધ નીકળ્યું.જ્યારે તેને તો તે દૂષિત લાગી રહ્યું હતું.પછી તેને લાગ્યું કે આ જળ કોઈ સામાન્ય જળ નથી.

પછી હેકિંગ ની આ શોધ મેં એક 20 વર્ષ ના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે આગળ વધાર્યું અને તેણે તેની શોધ માં જાણ્યું કે ગંગાજળ માં ઉતપન્ન થતા વાઇરસ એ હાનિકારક બેક્ટેરિયા ને ખતમ કરી દે છે.એટલા માટેજ ગંગા ના પાણી ને દરેક સમયે શુદ્ધ અને નિર્મળ રાખવા વાળા આ વાઇરસ ને વૈજ્ઞાનિકોએ ‘નીન્જા વાઇરસ’નામ આપ્યું છે અને આશ્ચર્ય ની વાત એ છે કે આ વાઇરસ થી કેન્સર જેવા રોગો પણ નાબૂદ કરી શકાય છે.હાલ માં વૈજ્ઞાનિકો તેના વિશે જ સંશોધનો કરી રહ્યા છીએ.

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comment here