જીવન મંત્ર

એક નાના ઓરડા માંથી બની સૌથી મોટી કંપની ફ્લિપકાર્ટ જાણો તેના પાછળ ની સક્સેસ સ્ટોરી..

“એક વિચાર તમારી જિંદગી બદલાવી દેતો હોય છે”.આ સૂત્ર ને લઈ ને નીકળેલા બે યુવાનો એ તેનું એ સપનું પૂર્ણ કર્યું કે દેખતા જ દેખતા દસ વર્ષો માં ફક્ત બે ઓરડા થી શરૂ થયેલી કંપની અરબો માં વેચાણી.

આઇઆઇટી પાસ કરીને બે દોસ્તો એ એક મિસાલ કાયમ કરી,જે દેશ ની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની બની ગઈ.જેને દુનિયાની કેટલીયે નામી અનામી કંપનીઓ ખરીદવા માટે પાછળ લાગેલી હતી.પરંતુ આખરી બાજી મારી વોલમાર્ટે.કેવી રીતે બની ફ્લિપકાર્ટ આવડી મોટી કંપની,કોણે બનાવી તેને આટલી મોટી ચાલો જાણીએ.

તમારી પસંદ ઇ કોમર્સ કંપની વોલમાર્ટ ની જવા થઈ રહી છે.અમેરિકાના રિટેલ ચેન વોલમાર્ટ ફ્લિપકાર્ટ નો 70% ભાગ ખરીદવાનું એલાન કર્યું છે.ઈ કોમર્સ માં ફ્લિપકાર્ટ ને ટક્કર આપતી કંપની એમેઝોન એ ફ્લિપકાર્ટ ને ખરીદવા માંગતી હતી,પરંતુ ફ્લિપકાર્ટ ના માલિકો ને વોલમાર્ટ ની ઓફરો પસંદ પડી.હવે એ વાત ની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હવે પી.એમ મોદી નો સ્ટાર્ટ અપ નો વિચાર કેવી રીતે સાકાર થશે.

1.ફ્લિપકાર્ટ ની શરૂઆત આઇઆઇટી દિલ્લી ના બે નવયુવાનો સચિન બંસલ અને બીન્ની બંસલે કરી હતી.બન્ને પહેલા એમેઝોન માં નોકરી કરતા હતા.બન્ને એ ત્યાં 2007 માં રાજીનામુ આપી દીધું.પછી ફ્લિપકાર્ટની શરૂઆત ઓનલાઈન બુકસ્ટોર ના રૂપે કરી.ફ્લિપકાર્ટ ના બન્ને માલિકો ના નામ આગળ બંસલ જરૂર લાગે છે પણ એ કોઈ સગા નથી.બન્ને એ હિસાર ની ઓપી જીંદલ મોર્ડન સ્કૂલ માં ભણતર પૂર્ણ કર્યું.બન્ને એ સાથે જ આઇઆઇટી માં કોમ્યુટર સાયન્સ માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

બન્ને સાથે એમેઝોન માં કામ કરતા હતા.જ્યાંથી તેઓ ને ફ્લિપકાર્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો.શરૂઆત માં બન્ને એ ઓનલાઈન બુકસ્ટોર ખોલવાની શરૂઆત કરી.કેટલાક દિવસો પછી તેઓ એ અમુક પ્રોડક્ટ્સ વેચવાની શરૂઆત કરી.

ફ્લિપકાર્ટનો જન્મ બેંગ્લોર ના 2 ઓરડા થી થયો હતો.કેટલાક દિવસો પછી આ કંપની વિસ્તરતી ગઈ.2008 માં દિલ્લી અને 2009 માં મુંબઇ મા પણ આ કંપની છવાઈ ગઈ.હાલ માં જ કંપની એ બેંગ્લોર માં દૂર દૂર ફેલાયેલી તેની ઓફિસો ને 8.3 લાખ સ્કવેર ફિટ માં શિફ્ટ કરી.મોદી સરકાર ના એફડીઆઈ લાગુ કર્યા પછી આ કંપની એ વિદેશ તરફ પણ દોટ દીધી.સાથે જ દેશ ભરમાં ચાલતી નાની નાની ઈ-કોમર્સ કમ્પનીઓ ને ખરીદવાનું ચાલુ કર્યું.આજે ચકપક,ફોનપે,મિત્રા જેવી કંપનીઓ આની નીચે કામ કરે છે.

બે મિત્રો ની આ કંપની જયારે કરોડો નો વ્યવસાય કરવા લાગી,તયારે પણ બન્ને પાર્ટનરો આરામ થી કામ કરતા હતા બન્ને વચ્ચે ક્યારેય રોકટોક થતી નહિ.શરૂઆત માં ફ્લિપકાર્ટ સચિન બંસલ ના નેતૃત્વ માં કામ કરતી હતી.તેઓ 2009 થી 9 વર્ષ સુધી ફ્લિપકાર્ટ ના સીઈઓ રહ્યા.2016 માં બીન્ની બંસલ સીઈઓ બન્યા.

દેશ માં જ્યારે લોકો પાસે ઈન્ટરનેટ બેન્કિંગમાં વિશ્વાસ ઓછો હતો ત્યારે 2010 માં ફ્લિપકાર્ટ એ COD એટલેકે કેશ ઓન ડિલિવરી નો વિકલ્પ આપ્યો.નવા કસ્ટમર બનાવવા માટે ફ્લિપકાર્ટ નો આ સૌથી મોટો નિર્ણય હતો.કેટલાક લોકો ફક્ત એટલા માટે ઓનલાઈન શોપીગ નહોતા કરતા કારણકે તેઓ ને ખબર ન હતી કે ઓનલાઈન મંગાવેલી પ્રોડક્ટ્સ કેવી હશે.આ જોતા જ ફ્લિપકાર્ટએ કોઈ કારણ વગર જ રિટર્ન કરવાનું પણ ઓપશન આપ્યું.

2014 પહેલા પરંપરા એ હતી કે પ્રોડક્ટ ઓનલાઈન લોન્ચ થતી હતી પછી ઓનલાઈન સેલ માટે આવતી હતી,પરંતુ ફ્લિપકાર્ટએ મોટોરોલા સાથે મળી ને એક્સકલુસીવ સેલ ની શરૂઆત કરી.જે આજે ટ્રેન્ડ માં છે.આની સાથે જ ફ્લિપકાર્ટ માં નવ કોસ્ટ EMI નો લોગો નો પણ મોંઘા પ્રોડક્ટ્સ ખરીદવા માટે પણ મોટો ઉપયોગ થયો.આજે ફ્લિપકાર્ટએ લોકોને તેના જુના પ્રોડક્ટ્સ બદલવાનો પણ ઓપશન આપ્યો.કંપની ને મોબાઈલ જેવા પ્રોડક્ટ્સ માં ખૂબ વધારે ફાયદો થયો.

Comment here