અજબ-ગજબઆધ્યાત્મિક

ભારત નું આ છે સૌથી રહસ્યમય મંદિર. વરસાદ થતાં ની સાથે જ ખોલી નાખે છે એક મોટો રાઝ…

ભારત એ મંદિરોનો ભંડાર છે એક થી વધી ને એક મંદિરો અહીં આવેલ છે અને એમાં કેટલાક મંદિરો એવા પણ છે જે તેને રહસ્યો માટે લોકપ્રિય છે તો આજે અમે તમને એક એવા મંદિર વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ.આશ્ચર્ય ની વાત એ છે કે પ્રાચીન કાળ થી લઈ ને આજ સુધી કોઈ આ રહસ્યો સમજી શક્યું નથી.આ રહસ્યો ખેડૂતો ને ખુબજ ફાયદો કરાવે છે તો ચાલો જાણીએ એ રાઝ વિશે..

તમેં અત્યાર સુધી ઘણા મંદિરો વિશે જાણ્યું હશે કે તેમાં ઘણા રાઝ છુપાયેલા હશે પણ આજે અમે તમને ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લા ના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ એ જાણી ને તમને ઇશ્વર શક્તિ પર ભરોસો બેસી જશે.આ મંદિર ત્યાં ના લોકો ની ખુબજ મદદ કરે છે હવે તમે વિચારતા હશો કે એ કેવી રીતે તો આજે અમે તમને એ જ જણાવવા જઈ રહ્યા છીએ.

કાનપુર નું આ મંદિર તેના ચમત્કારો ના કારણે આખી દુનિયા માં જાણીતું છે.તેને જગન્નાથ ના મંદિર તરીકે ઓળખાય છે.આ મંદિર માં લોકો ની શ્રદ્ધા ઓ જોડાયેલી રહે છે.કહેવામાં આવે છે કે આ મંદિર વરસાદ આવ્યા પહેલા જ જણાવી દે છે કે વરસાદ ક્યારે આવશે.અરે ના,આ મંદિર બોલી શકતું નથી પણ અહીં એવા અમુક સંકેતો મળે છે એ વરસાદ ની આગાહી કરે છે.

જાણકારી પ્રમાણે વરસાદ આવતા પહેલા આ મંદિર ની છત માંથી પાણી ટપકવા લાગે છે,જેનાથી લોકો ને ખબર પડી જાય છે કે વરસાદ હવે આવવાનો છે.એ પણ જણાવી દઈએ કે જ્યારે છત માંથી પાણી ટપકવા લાગે છે ત્યારે ખેડૂતો હળ જોડી ને ખેતી કરવા નીકળી જાય છે એટલે ખેડૂતો ની આ મંદિર સાથે ખુબજ આસ્થા જોડાયેલી છે.

ખેડૂતો નું કહેવું છે કે જ્યારે આ મંદિર ની છત માંથી પાણી ટપકે છે ત્યારે વરસાદ આવવો એ નક્કી જ છે.એટલુંજ નહિ પરંતુ વરસાદ થવાના 6-7 દિવસ પહેલા જ પાણી ટપકવા લાગે છે.એના કારણે ખેડૂતો ને વરસાદ થવાનો ઈશારો મળી જાય છે અને એ સમય દરમિયાન ખેડૂતો તેની ખેતી ને લઈ ને જોશ માં આવી જાય છે.આ મંદિર કાનપુર થી 3 કીમી દૂર બેહટા ગામ માં આવેલું છે.જે આકાર માં છત માંથી પાણી ટપકે છે એ આકાર મા જ વરસાદ ના ટીપાં ઓ આકાર લે છે.

તમે આ લેખ Balabahuchar ના સહયોગ થી વાંચી રહ્યા છો.  
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 
આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

Comment here