આધ્યાત્મિક

માં વૈષ્ણો ની ગુફા માં છુપાયેલા છે ઊંડા રાજ,જાણો કેટલીક હેરાન કરવા વાળા રહસ્યો.

આપણા ભારત દેશને ધાર્મિક સ્થળો નો દેશ માનવામાં આવે છે.આમતો અહીં ઘણા બધા મંદિરો આવેલા છે પણ સૌથી વધારે પવિત્ર સ્થળ વૈષ્ણોદેવી ના મંદિર ને માનવામાં આવે છે.તે જમ્મુ પાસે સ્થિત છે.અહીં મહાલક્ષ્મી,મહાસરસ્વતી અને મહાકાલી આ ત્રણ ભવ્ય પ્રતિમાઓ ના સ્વરૂપે માતા બિરાજમાન છે.આ મંદિર સમુદ્ર સપાટી થી લગભગ 4800 ફૂટ ઉંચાઈએ આવેલું છે.આ મંદિર ના થોડાજ અંતરે ભૈરવનાથ નું મંદિર પણ આવેલું છે.ભૈરવ ના મંદિર ની સમુદ્ર સપાટી થી ઊંચાઈ 6583 ફૂટ છે.વૈષ્ણોદેવી ના આ મંદિર માં જૂની ગુફા આવેલી છે.આ ગુફા લગભગ 12 ગજ સુધી લાંબી છે શરૂઆત ના 2 ગજ આ ગુફા માં ઝૂકી ને જવું પડે છે.

કેટલાક વર્ષો પહેલા આ ગુફા નાની હોવાના કારણે અહીં ઓછા લોકો જઈ શકતા હતા લોકો ને ખૂબ અડચણ પડતી લોકો ને ખૂબ રાહ જોવી પડતી. આ જ વાત ને ધ્યાન માં રાખતા 1977 માં બાજુ માં તેના જેવી જ એક બીજી ગુફા બનાવવા આવી જ્યાંથી લોકો બહાર નીકળતા અને બીજી ગુફા માંથી અંદર પ્રવેશ કરતા.

પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ માં પણ આ પર્વત વિશે વર્ણન કરવામા આવ્યું છે.જ્યારે કુરુક્ષેત્ર ના યુદ્ધ પહેલા ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવ પક્ષ ના પ્રમુખ યોદ્ધા અર્જુન ને આદિશક્તિ માં ભગવતી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નો આદેશ આપ્યો,ત્યારે અર્જુને પોતાની પ્રાથના માં દેવીને જમ્મુ ની નજીક પ્રવતો પર નિવાસ કરવા વાળી દેવી સ્વરૂપે સંબોધિત કરી હતી.

એવી માન્યતા છે કે માં પાર્વતી ના આશિષ નું તેજ આ ગુફા પર પડે છે જેની આરાધના માં 33 કરોડ દેવતા કરે છે.પ્રાચીન કથા અનુસાર કતરા પાસે ભૂમિકા નામ ના સ્થળે માતા ના ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ભંડારા માં આસપાસ ના ઘણા ગામોના લોકો શામિલ હતા આજ ભંડારા માં એક દિવ્ય કન્યા પણ શામિલ હતી જો કોઈ કારણસર ત્યાંથી જતી રહી હતી.માં નું અપમાન જોઈને ભક્તો ખુબજ ગુસ્સે થયા હતા અને ઘણા દિવસો સુધી એ કન્યા ની શોધ કરી હતી.ત્યારે માતા એ તેઓ ને દર્શન આપી ને આ ગુફા નો રસ્તો દેખાડ્યો હતો.

અત્યારથી લઈ ને ઠંડી ના મોસમ સુધી લોકો માતા ના દર્શન માટે અહીં આવે છે.આ સિવાય અહીં ઘણા પ્રકાર ના ચમત્કાર પણ જોવા મળ્યા છે.આજે અમે તમને માતા ની ગુફા વિશે કઈક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જેને જાણી ને તમને આશ્ચર્ય થશે.

એવું માનવામાં આવે છે કે માતા ની આ ગુફા ના દર્શન ઘણા ઓછા લોકો ને કિસ્મત થી થાય છે.ઘણા લોકો ઘર થી આ ગુફા ના દર્શન કરવા માટે નીકળે તો છે પરંતુ દર્શન કર્યા વગર જ ઘરે પાછા જતા રહે છે કારણ કે તેને દર્શન નું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી.આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે ખરાબ કાર્યો કરવા વાળા વ્યક્તિઓ ગુફા માં ફસાઈ જાય છે .તેઓ ફરી બહાર નીકળી શકતા નથી.ગુફાનો દરવાજો ત્યારે જ ખોલવામાં આવે છે જ્યારે ભક્તો ની સંખ્યા વધારે હોય.

માતા ની ગુફા માં ભૈરવ નું શરીર પણ રાખવા માં આવ્યું છે.વૈષ્ણોદેવી એ ભૈરવ ને ત્રિશુલ થી માર્યો હતો અને તેનું માથું ઉડી ને ભૈરવ ઘાટી માં જતું રહ્યું હતું ત્યારથી આ શરીર ત્યાંજ ઉપસ્થિત છે.

આ પવિત્ર ગુફા માંથી પવિત્ર ગંગાજળ નીકળે છે જો કે તે ખુદ માં જ સૌથી મોટો ચમત્કાર સાબિત થાય છે.

આ ગુફા ગર્ભ ગુફા ના નામે ઓળખાય છે કારણકે કહેવા માં આવે છે કે માતા 9 મહિના આ ગુફા માં એવી રીતે રહી કે જેવી રીતે શિશુ માં ના પેટ માં રહે છે.

આ ગુફાની હજુ એક માન્યતા પણ છે કે કોઈ પણ વ્યક્તિ આ ગુફા માં ફક્ત એકવાર આવી શકે છે કારણ કે ગર્ભ માંથી નીકળ્યા પછી કોઈ પણ બાળક બીજીવાર ગર્ભ માં આવી શકતું નથી.

જે વ્યક્તિ આ ગર્ભ ગુફાની અંદર રોકાઈ જાય છે તે તમામ જીવન સુખમય રીતે પસાર કરે છે.

Comment here