બોલીવુડ

અનુષ્કા થી વધારે ખુબસુરત છે વિરાટ ની આ ગર્લફ્રેન્ડ

બોલીવુડ સેલિબ્રિટી અને ક્રિકેટ વચ્ચે ખાસ ગાઢ સબંધ રહેલા છે. ગયા દિવસો માં આપણે ઘણી અભિનેત્રી ક્રિકેટર ના અફેર વિષે વાતો સાંભળતા આવીએ છીએ. ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા ખેલાડીઓ છે, જેમના નામો અન્ય કોઈ બોલિવૂડ અભિનેત્રી સાથે સંકળાયેલા છે. આજે, અમે તમને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી વિશે કહીશું, જેનું નામ કેટલીક અભિનેત્રી સાથે સંકળાયેલું હતું.

ભારત ટીમ ના કેપ્ટન એવા વિરાટ કોહલી એ અભિનેત્રી અનુષ્કા શર્મા જોડે ઇટલી માં લગ્ન કર્યા હતા. આ વખતે તેઓ ઘણા ચર્ચા માં રહ્યા હતા. પરંતુ આજે અમે તમને વિરાટ કોહલી ના પ્રેમ અનુષ્કા વિષે નથી જણાવવાના.પણ વિરાટ કોહલી ની ગર્લફ્રેન્ડ વિષે બતાવવા જઈ રહ્યા છીયે. તો કદાચ ભાગ્યેજ કોઈ જાણતું હશે.

કોહલી જેટલો તેના ખેલ પ્રત્યે ચર્ચા માં રહે છે તેટલોજ તેના અફેર વિષે પણ ચર્ચા માં રહ્યો છે.

આમ તો જોવા જઈએ તો વિરાટ ના જીવન માં ઘણી બધી છોકરીઓ આવી પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની મશહુર અને ખૂબસુરત અભિનેત્રી “ તમન્ના ભાટિયા “ ને જ કોહલી ની ગર્લફ્રેન્ડ કહેવામાં આવે છે.

વિરાટ કોહલી અને તમન્ના ભાટિયા ની સૌ પ્રથમ મુલાકાત એક એડ ફિલ્મ માં થઇ હતી. પહેલીજ મુલાકાત માં તેઓ એકબીજા ને પસંદ કરવા લાગ્યા હતા.

ઘણી વખત વિરાટ અને તમન્ના ઘણા સ્થળોએ એક સાથે મળીને જોવામાં આવી હતી. જો કે, તેમનો સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહોતો અને બંને એકબીજાથી અલગ થયા હતા.

Comment here