બોલીવુડ

શું થાય છે ફિલ્મો માં હીરો-હિરોઈનો ના પહેરેલા ડીઝાઇનર કપડાઓનું, જાણીને રહી જશો દંગ

જો ભારતીય સિનેમા ના શોખીન છો તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે ફિલ્મના એક ગીત માં હીરો-હિરોઈન ના જાણે કેટલા ડ્રેસ બદલી દે છે.. બાકી પૂરી ફિલ્મ ની તો કોઈ વાત જ નથી. આમ તો એવું બધી ફિલ્મો માં થાય છે, કારણકે ફિલ્મો માં કલાકારો ના અભિનય ની સાથે તેમના લુક નો પણ વિશેષ મહત્વ હોય છે.. હકીકત માં જયારે મોટા પડદા પર જયારે સિતારાઓ નજર આવે છે તો દર્શકો ના ધ્યાન તેમના ચેહરા અને ડ્રેસ પર પણ કેન્દ્રિત થાય છે, એવામાં ફિલ્મકાર, કલાકારો ના ડ્રેસિંગ ને લઈને ખાસ સજાગ રહે છે, તેના માટે કોસ્ચ્યુમ ડિજાઈનર નું કામ લેવામાં આવે છે જો કે સીન અનુસાર હીરો-હિરોઈન અને બાકીના કલાકારો માટે ડ્રેસ તૈયાર કરે છે. એવામાં સવાલ ઉઠવો સાચો છે કે ફિલ્મો દરમિયાન હીરો-હિરોઈન અને બીજા કલાકારો ના પહેરેલા કપડાઓ નું છેવટે થાય છે શું, કારણકે સેલીબ્રીટી એક ડ્રેસ બીજી વાર કોઈ બીજી ફિલ્મ માં પહેરેલા નથી દેખાતા. એવામાં તમારા દિલ માં તે સવાલ ક્યારેક ને ક્યારેક જરૂર આવ્યો હશે કે ફિલ્મો પોતાના પહેરેલા કપડાઓ ને કલાકાર પોતાના ઘરે લઇ જાય છે અથવા પછી એવું નથી થતું તે જાય છે ક્યાં? આજે અમે આ કોમન સવાલ નો જવાબ તમારા માટે શોધીને લાવ્યા છીએ.. તો ચાલો જાણીએ કે ફિલ્મનો અંત થયા પછી છેલ્લે તે કપડાઓ નું થાય છે શું?…

આમ તો આપણા અહીં (ભારત માં) ફિલ્મો થી જ કપડાઓ ની ફેશન ની રુખ જાણવા મળે છે, વધારે કરીને યુવા, ફિલ્મો માં હીરો-હિરોઈન ને ડ્રેસિંગ ને દેખીને ડ્રેસિંગ સેંસ શીખે છે. કોઈ હિરોઈન એ નવા ડીઝાઇન નો લેંગો પહેર્યો તો લગ્નોમાં એમ પણ લહેંગાનું ચલણ ચલણ ચાલવા લાગે છે, અથવા પછી કોઈ નવી સાડી પેહરી હિરોઈન નજર આવી જાય તો પછી માર્કેટ માં આ સાડીની ડીમાંડ વધી જાય છે. જેવી રીતે માધુરી દીક્ષિત એ ‘હમ આપકે હે કોન’ દરમિયાન જે પર્પલ કલર ની સાડી અને ગ્રીન અને વ્હાઈટ કલર નો જે લહેંગો પહેર્યો તો તે સમયે મહિલાઓ ની પહેલી પસંદ બની ગઈ હતી.

આ પ્રકારથી દરેક ફિલ્મ પોતાના કલાકારો ના કપડાઓ માટે પણ ઓળખવામાં આવે છે, જેવી રીતે માધુરી દીક્ષિત ની ફિલ્મ ‘દેવદાસ’ માં 30 લાખ નો લહેંગો પહેર્યો પોતાના માં ખાસ હતો, તો ત્યાં કહેવાય છે કે વિપુલ શાહ ની ‘એક્શન રિપ્લે’ માં ઐશ્વર્યા રાય એ 125 કોશ્ચ્યુમ પહેર્યા હતા અને કરીના કપૂર એ મધુર ભંડાકર ની ફિલ્મ ‘હિરોઈન’માં 130 ડ્રેસ પહેર્યા હતા. એવામાં એટલા બધા મોંઘા કપડાઓ ને લઈને દર્શકો ના મન માં સવાલ તો ઉઠશે જ કે, છેવટે તે જાય છે ક્યાં.

તો તમને બતાવી દઈએ કે સામાન્ય કરીને ફિલ્મ અંત થતા જ તેમાં ઉપયોગ કરેલા બધા કપડાઓ બાકી સામાન ની સાથે પેક કરીને પ્રોડક્શન હાઉસ ને પહોંચાડી દેવામાં આવે છે, પછી એવા કપડાઓ ને બીજા કોઈ ફિલ્મ માં ‘મિક્સ એન્ડ મૈચ’ કરીને ઉપયોગ કરી લેવામાં આવે છે. એટલે કે એક ડ્રેસ ને અલગ-અલગ ટુકડાઓ માં ઉપયોગ કરવામાં આવે છે.. જેવી રીતે કોઈ ચોલીને બીજા ઘાઘરા ની સાથે લગાવીને ઉપયોગ કરવામાં આવે છે, આમ તો એવા ડ્રેસ લીડ એક્ટર્સ ને નથી પહેરાવામા આવતો પરંતુ બાકી બીજા કલાકારો પર ઉપયોગ કરી દેવામાં આવે છે.

ઉદાહરણ માટે તમને કહી દઈએ કે, મીડિયા થી વાતચીત માં ડિજાઈનર આયશા ખન્ના એ બતાવ્યું છે કે ફિલ્મ ‘બંટી ઓર બબલી’ ના ‘કજરા રે’ ગીત માં ઐશ્વર્યા રાય ની ડ્રેસ ને ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ ના એક ગીત માં બેકગ્રાઉન્ડ ડાન્સર માટે બીજી વાર ઉપયોગ કરવામાં આવ્યો. હકીકત માં તેની ચોલી ને બીજા ઘાઘરા ની સાથે મેનેજ કરી લેવામાં આવ્યું તેથી તેને નોટીસ ના કરી શકાય.

જો કોઈ સ્ટાર કોઈ ડ્રેસ ને ફિલ્મ થી જોડાયેલી યાદ માટે રાખવા માંગતા હોય, તો તેને એવું કરવાની પરમીશન હોય છે પણ જયારે ફિલ્મ ના સ્ટાર ને સેલીબ્રીટી ડિજાઈનર સ્ટાઈલ કરે છે તો પોતાના બધા કપડા સાથે જ લઈને જાય છે, એમ તો બધી ફિલ્મ ના પ્રોડક્શન માં બજેટ માં જોડાયેલ હોય છે, એવામાં તેના પર કોઈ જવાબ-તલબ નથી થતો.

ત્યાં હંમેશા એવા મોટા સિતારાઓ ના પહેરેલા કપડાઓની હરાજી પણ કરવામાં આવે છે અને એવી હરાજી થી આવેલ રકમ ને જરૂરતમંદ લોકો ની મદદ માટે દાન કરી લેવામાં આવે છે. જો કે મીડિયા સુત્રો ની માનીએ તો આ દિવસો વેબસાઈટ www.saltscout.com પર કોઈ મોટા સ્ટાર્સ ના કપડાઓ ની હરાજી માટે રાખેલ છે..

અહીં ઋત્વિક રોશન ની ‘ક્રીશ’ ની સુપરહીરો વાળી જેકેટ પર 70000 હજાર ની બોલી હજુ સુધી લાગી ચુકી છે, જો કે 1 જૂન, 9:30 સુધી હરાજી થવાની છે.

ત્યાં અનુષ્કા શર્મા ના બ્રેક-અપ સોન્ગ વાળી કુર્તી પર 18,500 ની બોલી લાગી છે જો કે 3 જૂન, રાત 9:00 વાગ્યા સુધી હરાજી થશે.

રણબીર કપૂર ની શર્ટ ની હરાજી 24 મે થી શરૂ થશે, જેની શરૂઆતી બોલી 10 હજાર રૂપિયા છે.

જયારે અક્ષય કુમાર ની નેવી ડ્રેસ પર હજુ સુધી સૌથી વધારે 2,35,000 રૂપિયા સુધીની બોલી લાગી છે જેને 26 મે રાત 9.30 વાગ્યા સુધી હરાજી થવાની છે.

તો જો તમે પણ પોતાના પસંદી એક્ટર્સ ની કોઈ ડ્રેસ પહેરવા માંગો છો તો તે તમારા માટે સોનેરી તક છે.

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. 

Comment here